ઋષભ પંત બાદ આ ખેલાડીની બેઠી દશા! ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર જીવલેણ હુમલો!
ઋષભ પંત બાદ ભારતીય ક્રિકેટ ટીમના વધુ એક સ્ટાર ખેલાડીની દશા બેઠી છે. આ સ્ટાર ખેલાડીની કાર પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. અમે વાત કરી રહ્યાં છીએ પૃથ્વી શો ની.પૃથ્વી શોની કાર પર હુમલો, ખેલાડીએ સેલ્ફી લેવાની પાડી હતી ના. ત્યાર બાદ રોષે ભરાયેલાં તોફાની તત્ત્વોએ તેની કારણ પર હુમલો કરી દીધો. આ ઘટનાની જાણ થતાંની સાથે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ટીમ ઈન્ડિયાના (Team India) ક્રિકેટર પૃથ્વી શૉની (Prithvi Shaw) કાર પર મુંબઈમાં હુમલો થયો છે. ક્રિકેટર પૃથ્વી શૉ મિત્રની કારમાં બેઠો હતો. એટલા માટે ત્યાં આવેલા કેટલાક લોકોએ સેલ્ફી માટે જીદ કરી હતી. પરંતું પૃથ્વીએ ના પાડતાં તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને કાર પર હુમલો કર્યો.
ઉલ્લેખનીય છેકે, આ હુમલાનો આઠ લોકો પર આરોપ છે. મુંબઈ પોલીસે જણાવ્યું છે કે પૃથ્વી શૉ પર હુમલાના સંબંધમાં 8 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે પૃથ્વી શૉએ બીજી વખત સેલ્ફી લેવાની ના પાડી તો તેના પર હુમલો થયો હોવાનું જણાવ્યું છે. મામલાની તપાસ ચાલી રહી છે. દોષિતોને બક્ષવામાં આવશે નહીં.
પોલીસે FIR નોંધી
પોલીસે પૃથ્વી શૉ પર હુમલાના મામલામાં એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરની નકલ અનુસાર, આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 143, 148, 149, 384, 427, 504 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પૃથ્વી શૉ પર બુધવારે સાંજે લગભગ 4 વાગ્યે હુમલો થયો હતો.
પોલીસ આરોપીની શોધમાં લાગી
તમને જણાવી દઈએ કે ક્રિકેટર પૃથ્વી શૉ પર હુમલાના મામલામાં પોલીસે 2 નામના લોકો અને 6 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીની શોધ ચાલુ છે. તેમને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે.
પૃથ્વી શૉ એક વિસ્ફોટક બેટ્સમેન છે
નોંધપાત્ર રીતે, પૃથ્વી શૉ ભારતીય ક્રિકેટ ટીમનો એક ભાગ છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી વખત ઓપનિંગ કર્યું છે અને તે તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.
ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન છતા પૃથ્વી શો ને ટીમ ઇન્ડિયાની કોઇ ટીમમાં સ્થાન મળ્યું નથી. પૃથ્વી શો પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ જુલાઇ 2021માં શ્રીલંકા સામે ટી-20 ઇન્ટરનેશનલમાં રમ્યો હતો. તે ટી-20માં તેનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ હતું.
- Google Pay Loan: Google Pay देता है 5 लाख का पर्सनल लोन, मोबाइल से ऐसे करें अप्लाई
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती