Gujarat

પાટણ જિલ્લા માહિતી કચેરીના ફિલ્મ ઓપરેટર બટુકભાઈ બુસાને ભાવસભર વિદાયમાન અપાયું

જિલ્લા માહિતી કચેરી ખાતે બત્રીસ વર્ષની સેવા બાદ વયનિવૃતિ થતા સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી

પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે છેલ્લા 32 વર્ષથી સેવા આપતા ફિલ્મ ઓપરેટર બટુકભાઈ બુસા વયનિવૃત થતા માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી. બટુકભાઈ બુસાને જિલ્લા માહિતી પરિવાર દ્વારા શ્રીફળ-સાકર તેમજ સાલ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. વર્ષ 1991થી પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે પોસ્ટિંગ થયા બાદ છેલ્લા બત્રીસ વર્ષથી તેઓ પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે સેવાઓ આપી રહ્યા હતા.

સંયુક્ત માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિદાયમાન સમારંભમાં કચેરીના સ્ટાફ દ્વારા બટુકભાઈ બુસાને શ્રીફળ, સાકર અને સાલ તેમજ મોમેન્ટો અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાયે બટુકભાઈના કામને બિરદાવતા જણાવ્યું હતુ કે, બટુકભાઈ કચેરીની તમામ કામગીરીમાં સહભાગી બન્યા છે. તેઓનો નિવૃતિકાળ સુખરૂપ, આનંદમય, અને આરોગ્યમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારે પણ બટુકભાઈની કામગીરીને યાદ કરતા તેઓને શુભેચ્છા પાઠવી હતી.

વય નિવૃતિ સમયે બટુકભાઈ બુસાએ જણાવ્યું કે, પાટણ ખાતે છેલ્લા 32 વર્ષથી સેવા આપી. આ 32 વર્ષ ખુબ યાદગાર રહ્યા છે. ફરજ પરના કાર્યકાળ કચેરીના સ્ટાફ દ્વારા ખુબ જ સારો સહયોગ મળી રહ્યો. બટુકભાઈએ સૌનો આભાર વ્યક્ત કરીને આજરોજ વિદાય લીધી હતી. આ સાથે જ સંયુક્ત માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય, નાયબ માહિતી નિયામક પાટણ કુલદીપ પરમાર, નિવૃત સંયુક્ત માહિતી નિયામક આર.આર.તુરી, નિવૃત નાયબ માહિતી નિયામક કાન્તાબેન પટેલ, પૂર્વ સહાયક માહિતી નિયામક ભરતભાઈ રાવલ, તેમના પરિવારજનો, પત્રકારમિત્રો તેમજ અન્ય કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ અને સ્ટાફના સૌ મિત્રોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

x
स्वीमिंग पूल में बिकिनी पहन Mouni Roy ने लगाई आग कैसे और कहा चेक करे DOMS IPO Allotment Status ? 8999 में आया POCO का नया स्मार्टफोन! Poco C65 Launch Review सालार’ के लिए प्रभास ने ली इतनी फीस की आप भी हैरान हो जाएंगे ! Prabhas Salaar Fees MS Dhoni No. 7 jersey retired : महेंद्र सिंह धोनी की 7 नंबर की जर्सी रिटायर