શંખેશ્વરના પંચાસર હાઈવે પર અકસ્માત સર્જાયો, બાઈકસવારને અડફેટે લેતા મોત
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હાઇવે માર્ગો પર રખડતા અબોલ જીવોનો ત્રાસ અસહ્ય બન્યો છે. ત્યારે આવા અબોલ જીવો દ્વારા અનેક નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો પણ સર્જાતા હોય જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોવાના કિસ્સા પણ બનતા હોય છે. ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો કિસ્સો સર્જાતા એક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતની મળતી હકીકત મુજબ શંખેશ્વરના પંચાસર હાઈવે પર બસ સ્ટેશન પાસે ખેડૂત અજીતભાઈ રાજુભાઈ ગોહીલ ઉંમર વર્ષ 26 પોતાનુ બાઈક લઈને ખેતરેથી પરત પોતાના ઘર તરફ ફરી રહ્યા હતા. ત્યારે પંચાસર બસ સ્ટેશન પાસેના માગૅ પર અચાનક અબોલ જીવ વચ્ચે આવતાં બાઈક ચાલક અજીતભાઈ બાઈક સાથે માગૅ પર પટકાતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યાં હતા.
આ અકસ્માતના સમાચાર પંચાસર ગામે મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનોને મળતાં ગામમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. તો આ અકસ્માતના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ