પાટણનાં વેપારીએ ફોનમાં આવેલી લીંક ખોલી ને ધડાધડ રૂ.1.59 લાખ પળવારમાં ઉપડી ગયા
પાટણનાં એક વેપારીએ તેમને મળેલી લીંક ખોલતાં તેમનાં એચડીએફસી બેંકનાં ખાતામાંથી ઘડીનાં છઠ્ઠા ભાગમાં બે તબક્કામાં. 1,59,500 ની માતબર રકમ ઉપડી જતાં ચોંકી ઉઠેલા વેપારીએ તાત્કાલિક ઓનલાઇન સાઇબર ક્રાઇમ બ્રાંચની ગાંધીનગર કચેરીનો સંપર્ક કરતાં તેમણે પાટણ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો ને તે અંગે પાટણ બી-ડીવીઝન પોલીસ મથકે જાણ કરતાં અત્રેની પોલીસે યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણમાં રહેતા મૃગેશભાઇ રાવલનાં ફોન પર એક મેસેજની લીંકને ખોલતાં તેમનાં બેંક ખાતામાંથી ધડાધડ બે તબક્કામાં ક્રમશઃ રૂ. 9500 અને રૂ. 1,50,000 ઉપડી ગયા હતા. જેથી તેઓએ ગાંધીનગર સાઇબર ક્રાઇમના ઓનલાઇન ફ્રોડ અંગેનાં ખાસ હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી. અને તે અંગેનાં સ્ક્રીન શોર્ટ પણ મોકલ્યા હતા.
જે આધારે ગાંધીનગર ટીમે તેમને પાટણ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવા જણાવતાં તેમણે અત્રેનો સંપર્ક કર્યો હતો ને તેમણે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક રવા કહેતાં તેઓએ મૃગેશ રાવલ પાસેથી તમામ હકીકતો મેળવીને સમગ્ર બાબતની તપાસ હાથ ધરી છે.
- PM-KISAN સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થીઓએ આગામી ૧૯ મા હપ્તાનો લાભ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવી
- બાગાયત વિભાગ પાટણ દ્વારા ”શાકભાજી પાકો માટે કલસ્ટર ડેવલોપમેન્ટ” એક દિવસીય સેમીનાર યોજાયો
- પાટણ એ ડિવિઝન પોલીસે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો
- નવનિયુક્ત પાટણ જિલ્લા પોલીસ વડા ની શુભેચ્છા મુલાકાત લેતા બ્રહ્મ સમાજ ના આગેવાનો.