પાટણનાં ‘દિક્ષીતા મોદી કેસ’ નો આરોપી મહેશ ઠક્કર અમદાવાદ, મુંબઇ, કોલ્હાપુર સુધી ફરીને પાછો આવ્યો
રાજકોટ-જુનાગઢ આવીને દાઢી અને વાળ કપાવી નાંખીને પાટણ આવી પોલીસમાં હાજર થયો…
પાટણનાં ચકચારી દિક્ષીતા મોદી આત્મહત્યા કેસમાં રિમાન્ડ ઉપર રહેલો આરોપી મહેશ ઠક્કર દિક્ષીતાની આત્મહત્યા પૂર્વે તા. 14-2-23નાં રોજ દિક્ષીતાએ તેને દાગીના એક માસમાં દાગીના પરત આપવા કહેતાં તથા તા. 15-2-23નાં રોજ પાયલબેને પણ મહેશ ઠક્કરને ફોન કરીને કોઇ જાણકારી આપતાં તે ગભરાઇ ગયો હતો અને તેણે પોતાનાં ફોનને ફ્લાઇટ મોડ ઉપર રાખીને ઇકોમાં અમદાવાદ-અડાલજ ચોકડી નજીક ઉતરીને અમદાવાદમાં ફરતો રહ્યો હતો ને તે 16-2-23નાં રોજ અમદાવાદથી બોરીવલી મુંબઇ 17મીએ પહોંચ્યો હતો ને ત્યાંથી તે પૂણેનાં વાંકડ ખાતે ગયો હતો ને ત્યાંથી કોલ્હાપુર ખાતે ગયો હતો.
પોલીસે દિક્ષીતાનાં ઘરમાંથી તેણે લખેલી શ્યુસાઇડ નોટ કબજે કરી : મહેશને તેની સામે ફરિયાદ થવાની જાણ થતાં આપઘાત પૂર્વે જ પાટણ છોડી જતો રહ્યો હતો પોલીસનાં નિવેદનમાં મહેશે જાણકારી આપી.
તા. 18મીએ દિક્ષીતાએ આપઘાત કરી હોવાનાને પોતાની સામે ફરિયાદ થઇ હોવાનું જાણ્યા પછી મહેશ ઠક્કર તા. 19-2-23ના રોજ રાજકોટ આવી જુનાગઢ ગયો હતો ને ત્યાં તેણે તેનાં વાળ-દાઢી કપાવી નાંખ્યા હતા ને ત્યાંથી અમદાવાદ થઇને તા. 21મીએ પાટણ ઊંઝા ત્રણ રસ્તા આવીને તેમનાં વકીલની સલાહ પ્રમાણે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
પોલીસે મહેશ ઠક્કરનાં લીધેલા નિવેદનમાં ઉપરોક્ત હકિકત જણાવતાં તેણે વધુમાં જણાવ્યું હતું કે, તેણે તેનાં મોબાઇલનાં સંપર્કો તેમજ ફોટાઓ ડિલીટ કરી દીધા હતા. તેણે પોતાનાં દિક્ષીતા સાથેનાં સંબંધોનો સ્વિકાર કર્યો હતો પણ તેણે ક્યારેય તેને બ્લેકમેઇલ ન કરી હોવાનો કે પરેશાન ન કરી હોવાનું તથા સમયસર તેને દાગીના પરત ન આપી શક્યો નહોતો તેમ જણાવ્યું હતું.
દરમ્યાન પોલીસે દિક્ષીતાનાં આત્મહત્યાની ઘટના બાદ તેમાં ઘરની લીધેલી મુલાકાત અને કરેલી તપાસ દરમિયાન દિક્ષીતાનાં પતિએ તેનાં બેડરુમમાં પડેલા એક ચોપડામાંથી એક કાગળ પોલીસ સમક્ષ રજુ કર્યો હતો. જેમાં ગુજરાતીમાં ‘હું પોતે દિક્ષીતા, કોઇનાં દબાણથી આ ડિસીઝન (અંગ્રેજીમાં) નથી લેતી, ના કોઇનું ટોર્ચર છે. આ મારી ભૂલનાં કારણે આ પગલું લઉં છું. મારા કારણે કોઇને સજા ન થવી જોઇએ. તેવું લખાણ લખ્યું હતું ને નીચે જમણી બાજુ અંગ્રેજીમાં પોતાની સહિ કરી હતી. આ વખતે પોલીસે જિજ્ઞેશભાઇનું નિવેદન લેતાં તેમણે ઘરની તિજોરીઓમાં પડેલા દાગીના અંગે જાણકારી પોલીસને આપી હતી. પોલીસે મહેશ ઠક્કરનાં રળીયાતનગરનાં ભાડાનાં ઘેર જઇને તેની માતાને પૂછતાં તેમણે મહેશ પાટણની પાલીકા બજારમાં ‘વોન્ટેડ ગાઇઝ’ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો ને તે મોડીરાત સુધી ઘેર ન આવતાં તેને ફોન કરતાં તેનો ફોન સ્વિચઓફ આવતો હતો. પોલીસે મહેશનાં નોકરીનાં સ્થળે જઇને દુકાનનાં મેનેજરનું પણ નિવેદન લીધું હતું તથા પાટણનાં ગેસ્ટહાઉસનાં મેનેજર, પાયલબેન તથા તેમનાં પતિનાં નિવેદન લીધા હતા.
પોલીસની તપાસ દરમિયાન અને મહેશની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, તેનાં પિતા માનસિક બીમાર તથા માતા કોરોનામાં બિમાર તથા ભાઇને ફેફસાંની તકલીફ હતી. પાટણમાં બી.કોમ.નું પ્રથમ વર્ષનો અભ્યાસ કરી ચુકેલા મહેશ ઠક્કરે રૂા. 8000નાં પગારની નોકરી સ્વિકારી હતી.
મહેશે દિક્ષીતા સાથેની મુલાકાતો સાથે હોટલમાં મળવા સહિતની જાણકારી આપવાની સાથે માતાનાં નામે બેંકોમાંથી લીધેલી લોનોનાં હપ્તા ભરવા સુધીની જાણકારી આપી હતી તથા માતા-પિતા-ભાઇની સારવાર માટે રૂા. સાડા ચાર લાખ ઉછીના લીધા હોવાનું તથા ક્રિકેટનો સટ્ટો રમવા રૂા. 5 લાખમાં એપની આઇ.ડી. ખરીદી હોવાનું જણાવી રૂા. 9 લાખનું દેવું હોવાથી તેણે દિક્ષીતાને ત્રણ લાખની મદદ કરવા જણાવ્યું હતું. મહેશ ઠક્કરે દિક્ષીતાએ આપેલા દાગીના જ્યાં વેચેલા તેની જાણકારી આપી હતી.
- Google Pay Loan: Google Pay देता है 5 लाख का पर्सनल लोन, मोबाइल से ऐसे करें अप्लाई
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती