કમોસમી વરસાદના પગલે ખેતરમાં ઊભા પાકોની આ રીતે કાળજી રાખવા ખેડૂતો ને ખેતીવાડી વિભાગનો અનુરોધ
પાટણ જિલ્લામાં હાલમાં ઉનાળા પાકોનું ૫૦૭૫ ફેક્ટર જમીનમાં વાવેતર થયેલ છે. જેમાં બાજરી, ઘાસચારો તથા શાકભાજી વગેરે પાકોનો સમાવેશ થાય છે.
આગામી તારીખ 6/3/2023 થી 8/3/2023 દરમિયાન પાટણ જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી હોઇ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
કમોસમી વરસાદના પગલે ખેડૂત મિત્રોને નીચે મુજબની કાળજી રાખવા અનુરોધ:
• ઉભા પાક જેવા દિવેલા, ઘઉં, બાજરી, ઘાસચારો તથા શાકભાજી વગેરે પાકોમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલાં લેવા ઉપરાંત ખેતી પાકોમાં જોખમ ઘટાડવા સંપૂર્ણ કાળજી લેવી.
• કમોસમી વરસાદના પગલે ખેડૂત મિત્રોએ ખેતરોમાં પાણી ના ભરાય તેની કાળજી લેવી તથા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી.
• કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવો.
• ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા એપીએમસીમાં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેતપેદાશો તાડપત્રીથી ઢાંકીને રાખવા.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ