સંડેસરી અને લુખાસણ ગામે આંગણવાડી ખાતે હોળી મહોત્સવ યોજાયો.
“અંધશ્રદ્ધાનું દહન કરો, સુપોષિત સમાજનું ગઠન કરો” – જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા
સંડેસરી અને લુખાસણ ગામે પાટણ જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં આંગણવાડીના બાળકો માટે હોળી મહોત્સવ યોજવામાં આવેલ. ત્યાં આંગણવાડીના નાનાં નાનાં ભુલકાઓ સાથે રંગબેરંગી કલરો થી એકબીજાને રંગીને હોળી મહોત્સવની રંગભેર ઉજવણી કરી હતી.
હોળી મહોત્સવ ઉજવણી પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા દ્વારા આંગણવાડી ભુલકાઓને પિચકારી, અબીલગુલાલ અને ખજુર/ધાણી તેમજ કુપોષિત બાળકોને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું. હોળી મહોત્સવ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, બાળકો એ આવતી કાલ નું ભવિષ્ય છે જેથી બાળકોનો પાયો મજબુત બનાવવો જરૂરી છે. એમને સ્લોગન આપતા કહ્યું કે “આરોગો સિંગ- ચણા –ધાણી અને ખજુર તો કુપોષણ ભાગે જરૂર”, “ફળો ,શાકભાજી અને ધાન્ય વાપરીએ, કુપોષણને ભગાવીએ”, “ અંધશ્રદ્ધાનું દહન કરો, સુપોષિત સમાજનું ગઠન કરો”,” સ્વાસ્થ્ય ને નુકસાનકર્તા પડીકાઓનું કરીએ દહન, ઉજવીએ હોળી ભુલકાઓને સંગ જેવા આરોગ્ય અને પોષણના લોકજાગૃતિના સંદેશાઓ માતાઓ- બાળકો અને ગ્રામજનોને સ્લોગન આપ્યા.
આ પ્રસંગે સંડેસરી ગામના સરપંચ ચૌધરી લક્ષ્મણભાઈ, પૂર્વ સરપંચ પશીબેન મકવાણા, લુખાસણ ગામના ઉપસરપંચ કાન્તીભાઈ પ્રજાપતિ, જીલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ગૌરીબેન સોલંકી, સી.ડી.પી.ઓ રંજનબેન શ્રીમાળી, મુખ્ય સેવિકા દક્ષાબેન ઠક્કર, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, શિક્ષણવિભાગ, આરોગ્ય સ્ટાફ, ગામના આગેવાનો અને ગ્રામજનોએ પણ ઉપસ્થિત રહ્યા હતા.
- PM-KISAN સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થીઓએ આગામી ૧૯ મા હપ્તાનો લાભ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવી
- બાગાયત વિભાગ પાટણ દ્વારા ”શાકભાજી પાકો માટે કલસ્ટર ડેવલોપમેન્ટ” એક દિવસીય સેમીનાર યોજાયો
- પાટણ એ ડિવિઝન પોલીસે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો
- નવનિયુક્ત પાટણ જિલ્લા પોલીસ વડા ની શુભેચ્છા મુલાકાત લેતા બ્રહ્મ સમાજ ના આગેવાનો.