પાટણ જિલ્લા કલેકટર સુપ્રિતસીંઘ ગુલાટીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા કલેકટરએ વિવિધ અરજદારોના પ્રશ્નો અને ફરિયાદોને રૂબરૂ સાંભળ્યા હતા.
પાટણ જિલ્લાના સિદ્ધપુર, ચાણસ્મા, સમી, સાંતલપુર, પાટણ, રાધનપુર, સરસ્વતી, શંખેશ્વર, હારીજ, વિસ્તારના 22 અરજદારોએ વિવિધ પ્રશ્નો-ફરિયાદો આજરોજ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે આયોજિત જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ કરી હતી. જે સંદર્ભે જિલ્લા કલેકટરએ અરજદારોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચન કર્યું હતુ.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, તેમજ વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती
- Google Pay Se Paisa Kamaye : घर बैठे अपने मोबाइल पर Google Pay से प्रतिदिन 1000 रुपये कमाएं