Gujarat

પાટણ શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલી ટ્રાફિક સમસ્યા

પાટણ શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલી ટ્રાફિક સમસ્યા એ આજે એક મોટો પ્રશ્ન બની ગયો છે. ટ્રાફિક સમસ્યામાં વધારો કરતી હરતી ફરતી લારીઓ આજે મુખ્ય કારણ બન્યું છે. ત્યારે પાટણ નગરપાલિકા સત્તાધીશો ખરેખર શહેરમાં હરતી ફરતી લારીઓવાળા પાસેથી નાણારૂપી ભારણ લેતા હશે? તેવું ડેઇલી ડિટેક્ટર દ્વારા પ્રસિધ્ધ કરાયેલ અહેવાલ છતાં કોઈ કાર્યવાહી નહિ. ત્યારે પ્રબુધ્ધ નગરજનોમાં પણ ચર્ચાઓ જાગી છે કે અહેવાલ પ્રસિધ્ધ કરાયા બાદ પણ ટ્રાફિકમાં અડચણરૂપ સાબિત થતી શાકભાજીની લારીઓવાળા સામે પાલિકા તંત્ર પગલા કેમ નથી ભરતું? એકબાજુ ભરબજારમાં વાહનોની અવર-જવર, રાહદારીઓની અવર-જવર વધી છે ત્યારે આ હરતી ફરતી લારીઓ રોડવચોવચ ઉભી રહેતાં રખડતી ગાયો પણ આ લારીઓ આગળ ઉભી રહેતાં અકસ્માતનો ભય પણ લોકોમાં સતાવી રહ્યો છે. પાલિકા સત્તાધીશો હજુપણ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા નથી તે તસ્વીર ઉપરથી સ્પષ્ટ થાય છે.

પાટણ શહેરનો ‘વિકાસ’ એ વાત માત્ર સાંભળવામાં જ સારી લાગે છે, વિકાસની વાત તો દૂર રહી પરંતુ ‘ટ્રાફિક સમસ્યા’ હા તેમાં ચોડક્સપણે વધારો થયો છે અને તેના જવાબદાર પાલિકા પ્રમુખ અને સત્તાધીશો છે તેવો ગણગણાટ પ્રબુધ્ધ નગરજનોમાં સાંભવા મળી રહ્યો છે. ડેઇલી ડિટેક્ટર દ્વારા ગત દિવસે શહેરમાં હરતી ફરતી લારીઓવાળા અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં હજુ પણ સત્તાધીશો જાગ્યા નથી અને આજેપણ શહેરમાં છડેચોક હરતી ફરતી લારીઓ કેમેરામાં કેદ થઇ છે.

પાટણ નગરપાલિકામાં પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રમુખ હિરલબેન પરમારને શહેરીજનોની સુખાકારીમાં કોઈ રસ રહ્યો જ નથી તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. શહેરમાં આડેધડ હરતી ફરતી શાકભાજીની લારીઓવાળા ટ્રાફિકમાં વધારો કરી રહી છે. અવાર-નવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ત્યારે શું પાલિકા સત્તાધીશો ખરેખર શાકભાજીની લારીઓવાળા પાસેથી નાણારૂપી ભારણ ઉઘરાવે છે? જો ના ઉઘરાવતા હોય તો પછી કાર્યવાહી કેમ નહીં.. ? શહેરીજનોમાં પણ આ પ્રશ્ન ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. શહેરના ત્રણ દરવાજા, હિંગળાચાચર, બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના આખાપટ્ટાને શાકભાજીની લારીઓવાળાઓએ જાણેકે ખરીદી લીધો હોય તેમ આખા પથ પર માત્ર શાકભાજીની લારીઓ જ દ્રશ્યમાન થઈ રહી છે અને તેની પાછળ પણ પાલિકા તંત્ર ના આશિર્વાદ હોય તેવું સ્પષ્ટપણ દેખાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x
स्वीमिंग पूल में बिकिनी पहन Mouni Roy ने लगाई आग कैसे और कहा चेक करे DOMS IPO Allotment Status ? 8999 में आया POCO का नया स्मार्टफोन! Poco C65 Launch Review सालार’ के लिए प्रभास ने ली इतनी फीस की आप भी हैरान हो जाएंगे ! Prabhas Salaar Fees MS Dhoni No. 7 jersey retired : महेंद्र सिंह धोनी की 7 नंबर की जर्सी रिटायर