પાટણ જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટઈન કોલેજોના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા પાટણ જિલ્લાની 14 સરકારી તેમજ ગ્રાન્ટઈન એઈડ કોલેજો (આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લો, બી.એડ, બીબીએ, એન્જીનિયરીંગ, અને ડિપ્લોમા) ના વિદ્યાર્થીઓ માટે રોજગારી મળી રહે તે હેતુથી પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન તા.16.03.2023 ગુરૂવાર ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. આ પ્લેસમેન્ટ કેમ્પમાં 40 થી વધારે કંપનીઓ અને 700 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે.
ઈન્ટરવ્યુ પ્રક્રિયા યુનિવર્સિટીના મેથેમેટીક્સ, કેમિસ્ટ્રી, લાઈફ સાયન્સ અને ફિજીક્સ વિભાગમાં રાખવામાં આવી છે. પ્લેસમેન્ટ કેમ્પનું સમગ્ર સંકલન પાટણ જિલ્લા ઝોન-2, નોડ-1 નોડલ ઓફિસર ડૉ.એચ.એસ.પટેલ, અને સરકારી ઈજનેરી કોલેજના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ઓફિસર પ્રોફેસર એસ.જી.પ્રજાપતિ કરી રહ્યા છે.
- Google Pay Loan: Google Pay देता है 5 लाख का पर्सनल लोन, मोबाइल से ऐसे करें अप्लाई
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती