ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો । Human Metapneumovirus in Chaina
Human Metapneumovirus in Chaina : કોવિડ-19ના 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવો વાયરસ સંક્રમણ ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) છે, જે એક RNA વાયરસ છે.
જ્યારે વાયરસથી ચેપ લાગે છે, ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ -19 જેવા લક્ષણો દર્શાવે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.
ચીનના સીડીસી અનુસાર તેના લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવુંનો સમાવેશ થાય છે. એચએમપીવી ઉપરાંત ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસ પણ નોંધાઈ રહ્યા છે. જેના કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
સોશિયલ મીડિયા પર દર્દીઓના ફોટા પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે વાયરસના ફેલાવા બાદ ચીને ઘણી જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી છે. દાવા મુજબ હોસ્પિટલો અને સ્મશાન ભૂમિમાં ભીડ વધી રહી છે.
જો કે ચીન તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. એક મિડિયા અહેવાલ મુજબ, સીડીસીએ કહ્યું છે કે અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં ચેપનું જોખમ વધારે છે. ખાંસી અને છીંક દ્વારા વાયરસ ફેલાવવાનું જોખમ વધારે છે. વાયરસની અસર ગંભીર હોય, તો તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે.
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો