પાટણના દશા – દિશાવળ મહિલા મંડળ દ્વારા હોલી રસિયા ઉત્સવ ઉજવાયો
સમાજના મહિલા મંડળની બહેનોએ ભક્તિ સંગીતના સૂરો વચ્ચે રાસ-ગરબા સાથે કીર્તનની જમાવટ કરી…
ધર્મની નગરી પાટણ શહેરમાં દરેક ધર્મોના અને સમાજના ધાર્મિક તહેવારોની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે શ્રી પાટણ દશા દિશાવાળ મહિલા મંડળ ની મહિલાઓ દ્વારા સોમવારના રોજ શહેરના વલ્લભ વાડી ખાતે ઠાકોર જી ના સુખાર્થે હોલી રસિયા નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક પ્રસંગે સમાજની મહિલા મંડળની બહેનો એ ઉત્સાહ સભર ભાગ લઈને ઠાકોરજીના સુખાર્થે હરેશભાઈ પરીખ અને અનિલભાઈ શાહના સંગીતના શું મધુર સૂરો વચ્ચે રાસ ગરબા ની રમઝટ અને સુંદર કીર્તનો સાથે પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
આ ધાર્મિક કાર્યક્રમ ને સફળ બનાવવા દશા-દિશાવાળ મહિલા મંડળ પાટણના આશ્લેષાબેન પરીખ, વંદનાબેન,જેતલબેન, સ્મિતાબેન,નીતાબેન, પારુલ બેન સહિત ની બહેનોએ જહેમત ઉઠાવી હતી.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ