હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ
આત્મા યોજના પાટણ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હારીજ તાલુકાના થરોડ ગામે આવેલ નિસર્ગ પ્રાકૃતિક મોડેલ ફાર્મ હાઉસ ખાતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની ખેડુત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિવિધ વિભાગોમાંથી ઉપસ્થિત અધિકારીશ્રીઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે અને યોજનાકીય માહિતી પૂરી પાડી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવી પ્રાકૃતિક ખેતી કરવા સમજાવવામાં આવ્યા હતા. કિસાન સંઘના પ્રમુખશ્રીએ ખેડૂતોને સંગઠિત થઈ ખેડૂત ઉત્પાદક કંપની (FPO)સાથે જોડાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને ખેડૂતોએ પ્રાકૃતિક ભોજન ચણાની દાળ અને બાજરીના રોટલાનો આનંદ માણ્યો હતો.

આ ખેડૂત શિબિરમાં પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા યોજના પાટણના શ્રી ડી. એમ. મેણાત, ખેતીવાડી વિભાગમાંથી મદદનીશ ખેતી નિયામક શ્રી મુકેશભાઈ લિંબાચિયા, પેટા વિભાગ રાધનપુરના શ્રી મયંકભાઈ પટેલ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, રિલાયન્સ ફાઉન્ડેશન, ગુજરાત ગ્રીન રેવોલ્યુએશન કંપની લિ.પાટણ, ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રમુખશ્રી જગમાલભાઈ આર્ય, ઉતર ઝોન પ્રમુખ શ્રી ડી કે રથવી, પ્રાકૃતિક ખેતી ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ પાટણશ્રી દીક્ષિત ભાઇ પટેલ, શ્રી અંકુરભાઈ ભટુઆ ઇસ્પ્રા સંસ્થા, ગુજરાત ગ્રામીણ બરોડા બેંકના મેનેજર, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્રમાંથી ડૉ મુકેશભાઈ ઠાકોર ખેતીવાડી વિભાગના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી તેમજ આત્મા યોજનાના કર્મચારી, બ્રહ્મા કુમારી સંસ્થામાંથી કૈલાશ દીદી ,મિતલ દીદી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર શિબિરનું આયોજન શ્રી જલારામભાઈ ઠાકોર ચેરમેનશ્રી પરિક્રાંતા ફાર્મર પ્રોડ્યુસર કંપની અને સંચાલન શ્રી રાજુભાઇ ચૌધરી અને સોહિતકુમાર બી ટી એમ હારીજ આત્મા યોજના પાટણ દ્વારા કરવામાં આવ્યું હતું.