કૃષિ વિભાગ અને સ્થાનિક તંત્ર પાટણ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરાયા
આત્મા યોજના, કૃષિ વિભાગ અને સ્થાનિક તંત્ર પાટણ દ્વારા જિલ્લાના નવ તાલુકાઓમાં ગ્રામીણ સ્તરે ખેડૂત સભા યોજાઈ હતી. જેમાં ખેડૂતોને કૃષિલક્ષી યોજનાકીય માહિતી આપી તેમના પ્રતિભાવો મેળવી કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું હતું.
કિસાન ગોષ્ઠીમાં પાક પરિસંવાદ, કૃષિ પ્રદર્શન તેમજ મોડલ ફાર્મની મુલાકાતથી મળેલ કૃષિ વિષયક માહિતીને અન્ય ગ્રામજનો સાથે ચર્ચા કરી માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું. તેમજ ખેડૂતોના પ્રતિભાવો મળે તે મુજબ કિસાન ગોષ્ટિનું આયોજન કરી ખેડૂતોને વિવિધ માહિતીથી માહિતગાર કરી ખેડૂતોના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા. ખેડૂત સભાઓ વધુ ખેડૂતલક્ષી બને અને ખેડૂતોની ભાગીદારી વધે તે માટે પી.એમ કિસાન તેમજ ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ekyc અને સેલ્ફ રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી હતી. તેમજ મહતમ ખેડૂતોની નોંધણી થાય તેવુ આયોજન કરાયું હતું. રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.
ગ્રામ્ય કક્ષાએ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફોર્મ ઉપલબ્ધ હોય તો પ્રાકૃતિક કૃષિ મોડેલ ફોર્મ ખાતે ખેડૂત સભાનું આયોજન કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવા બાબત ખેડૂતના પ્રતિભાવો મેળવી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂત સભામાં ચાલુ વર્ષની ખેતીવાડી ખાતાની યોજનાઓની પૂર્વ મંજૂરી હુકમ વિતરણ/ ઘટકની ચકાસણી ઝુંબેશ રૂપે યોજનાકીય કામગીરી કરાઈ હતી. ખેડૂત સભામાં નેનો યુરિયા /નેનો ડીએપીના ડેમોસ્ટ્રેસન, ઉપયોગ તેમજ લાભાલાભ વિષે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
- પાટણની રુદ્રી આચાર્યએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી ગ્લોબલ પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી
- કૃષિ વિભાગ અને સ્થાનિક તંત્ર પાટણ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરાયા
- સાંતલપુર તાલુકાના ફાંગલી ગામે ખાસ ગ્રામસભા યોજાઈ
- પાટણ નું ગૌરવ : મુસ્કાન પ્રજાપતિ ઓપન ગુજરાત લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્ય ચેમ્પિયન બની