સાંતલપુર તાલુકાના ફાંગલી ગામે ખાસ ગ્રામસભા યોજાઈ
પાટણ જિલ્લામાં ૧૭ ડિસેમ્બરથી નવ તાલુકાના તમામ ગામોમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સાંતલપુર તાલુકાના ફાંગલી ગામે ખાસ ગ્રામ સભા યોજાઈ હતી.
જેમાં પીપલ્સ પ્લાન કેમ્પેઇન – સબકી યોજના સબકા વિકાસ અંતર્ગત નવ થીમ આધારિત ગામના સર્વાંગી વિકાસ માટે સમિતિની રચના કરી GPDP ની કામગીરી અંગે ચર્ચા વિચારણા અને આયોજન કરાયું હતું.

ખાસ ગ્રામ સભામાં સરપંચ પનીબેન કાનાભાઈ, તલાટી કમ મંત્રીશ્રી આર.એ.ચૌધરી, ગ્રામસેવક, આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, શિક્ષકો, સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ