Patan : જેટકોના નાયબ ઇજનેરે કર્મચારીની પત્ની સાથે ત્રણ વાર દુષ્કર્મ આચર્યું
Patan : સરસ્વતીના વેલોડા ગામે આવેલ જેટકો સબ સ્ટેશનના નાયબ કાર્યપાલક ઇજનેર વિભાગમાં કામ કરતા વિદ્યુત સહાયક કર્મચારીની પત્નીના સંપર્કમાં આવતા પતિને નોકરીમાંથી કાઢી મૂકવાની અને બાળકને મારી નાખવાની ધમકી આપી ત્રણ વાર હોટલમાં લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની મહિલાએ સરસ્વતી પોલીસ મથક ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે.
સરસ્વતીના વેલોડાના જેટકો સબ સ્ટેશનના નાયબ કાર્યપાલક ઇજનેર પરેશ પટેલ નીચેના વિદ્યુત સહાયક કર્મચારીને અવારનવાર કામના બહાને ફોન કરતા હતા.એક વખત કર્મચારી ફોન ઘરે મૂકીને જતા પત્નીએ ફોન રીસીવ કર્યો હતો. નાયબ ઇજનેર સાથે સંપર્કમાં આવ્યા હતા.બાદમાં ફોનમાં મહિલાને તેના પતિને નોકરીમાંથી કાઢી મૂકવાની અને તેના બાળકને મારી નાખવાની ધમકી આપી બ્લેક મેઈલ કરી ત્રણ અલગ અલગ વખત પાટણ-સિદ્ધપુર ચોકડી અને ખેરાલુ હાઈવે પર આવેલ હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે મહિલા સતત ટેન્શનમાં રહેતા પતિએ પૂછતાં સમગ્ર હકીકત જણાવી હતી પતિએ પત્ની સાથે રહી સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં દુષ્કર્મ ઉપરાંત જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલ્યા હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું હતું.