પાટણની રુદ્રી આચાર્યએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી ગ્લોબલ પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી
પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યની ભત્રીજી અને પાટણના જાણીતા બિઝનેસમેન બીરજુભાઈ આચાર્યની સુપુત્રી રુદ્રી આચાર્ય એ ગ્રિફિથ યુનિવર્સિટી ક્વીન્સલેન્ડ ઓસ્ટ્રેલિયા મા ગ્લોબલ પબ્લિક હેલ્થમાં બે વર્ષનો માસ્ટર અભ્યાસ પૂર્ણ કરી ડીગ્રી પ્રાપ્ત કરી છે.
તેણીને ગ્રિફિથ યુનિવર્સિટી ક્વીન્સલેન્ડ ઓસ્ટ્રેલિયા ના વાઈસ ચાન્સેલર ના વરદ હસ્તે ડીગ્રી પ્રમાણપત્ર પ્રાપ્ત થતા સમસ્ત બ્રહ્મ સમાજ સહિત આચાર્ય પરિવાર અને પાટણ શહેરનું નામ તેણીએ વિદેશની ધરતી પર રોશન કર્યું છે.
ત્યારે રુદ્રી આચાર્ય શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિના સોપાનો સર કરે તેવી પાટણ જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત તમામ ટ્રસ્ટીગણ દ્વારા કામના વ્યક્ત કરી રુદ્રી આચાર્યને શુભેચ્છા પાઠવી હતી.
અહેવાલ : યશપાલ સ્વામી
- પાટણની રુદ્રી આચાર્યએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી ગ્લોબલ પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી
- કૃષિ વિભાગ અને સ્થાનિક તંત્ર પાટણ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરાયા
- સાંતલપુર તાલુકાના ફાંગલી ગામે ખાસ ગ્રામસભા યોજાઈ
- પાટણ નું ગૌરવ : મુસ્કાન પ્રજાપતિ ઓપન ગુજરાત લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્ય ચેમ્પિયન બની