પાટણ નું ગૌરવ : મુસ્કાન પ્રજાપતિ ઓપન ગુજરાત લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્ય ચેમ્પિયન બની
ભુજ જીમખાનાના આયોજન હેઠળ તા. 14 અને 15 ડિસેમ્બર દરમિયાન ઓપન ગુજરાત લોન ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ ગઈ. જેમાં શેઠ એમ.એન હાઇસ્કુલ પાટણની વિદ્યાર્થીની મુસ્કાન પ્રજાપતિ એ પણ ભાગ લીધેલ હતો.
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણની NCC કેડેટ મુસ્કાન પ્રજાપતિએ વુમન કેટેગરીમાં ઓપન ગુજરાત લોન ટેનિસ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતું ચેમ્પિયનશિપ જીતવાનું ગૌરવ હાંસલ કર્યું છે. આ ચેમ્પિયનશિપ બદલ મુસ્કાનને શિલ્ડ, સર્ટિફિકેટ અને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવી હતી.
શેઠ એમ.એન હાઇસ્કુલની વિદ્યાર્થીની મુસ્કાન પ્રજાપતિની આ મહત્વપૂર્ણ સિદ્ધિ શાળાને તેમજ સમગ્ર પાટણ જિલ્લાને ગૌરવાન્વિત કરે છે. આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર, ઉત્સાહી વ્યાયામ શિક્ષક નરેશભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવાર તરફથી મુસ્કાનને આ ઝળહળતી સફળતા બદલ ઢેરસારી શુભકામનાઓ સાથે હાર્દિક અભિનંદન આવી હતી.
મુસ્કાનનું આ સફળતાનો યશ સમગ્ર શાળા અને શહેરીજનો માટે પ્રેરણાદાયી છે. શાળાની રમતગમત પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા અને વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કરવા શાળા નિષ્ઠાપૂર્વક કાર્યરત છે.
અહેવાલ : જે.કે મકવાણા
- પાટણની રુદ્રી આચાર્યએ ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ખાતેથી ગ્લોબલ પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી
- કૃષિ વિભાગ અને સ્થાનિક તંત્ર પાટણ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરાયા
- સાંતલપુર તાલુકાના ફાંગલી ગામે ખાસ ગ્રામસભા યોજાઈ
- પાટણ નું ગૌરવ : મુસ્કાન પ્રજાપતિ ઓપન ગુજરાત લોન ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્ય ચેમ્પિયન બની