પાટણ શહેરમાંથી 8 સહિત જિલ્લામાંથી રૂ. 2.10 લાખના 11 મોબાઇલોની ચોરી
પાટણ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોકોનાં મોબાઇલ ચોરાઇ જવાનો કે ક્યાંક પડી જવાની કે કોઇ ચિલઝડપ કરી જવાની અનેક ઘટનાઓ બને છે. તેમાંથી કેટલીક ઘટનાઓ પોલીસ ચોપડે ત્રુટક-ત્રુટક નોંધાય છે ને કેટલીક નોંધાતી નથી. પોલીસ જે તે વખતે આવા લોકોની અરજીઓ આધારે નોંધ ટપકાવી રાખે છે ને બાદમાં તપાસ પછી એફઆઇઆર તરીકે નોંધે છે ત્યારે પાટણ શહેર ને જિલ્લામાં મોબાઇલોની જુદા જુદા સ્થળે અને સમયે થયેલી ચોરી કે ગુમ થયા અંગેની એક સામટી 11 ફરીયાદો નોંધાઇ છે. જેમાં પાટણ શહેરમાં આઠ, રાધનપુર-વાગડોદ અને સમીમાં એક-એક ફોન ચોરીની ફરિયાદો નોંધાઇ છે. આ ચોરીમાં મોબાઇલ ધારકોએ તેમનાં કુલે રૂ. 2,10,468 ની કિંમતનાં મોબાઇલ ગુમાવ્યા છે. આ ઉપરાંત શહેરમાંથી એક અને રાધનપુરમાંથી એક એમ રૂ. 1,19,000નાં બે બાઇકોની ઉઠાંતરી થઇ હતી.
આ સમગ્ર ચોરીઓની વિગતો એવી છે કે, તા. 27-1-23 નાં રોજ પાટણનાં વિપુલ પાર્ટી પ્લોટમાં જમતી વખતે જાકીટનાં ખીસામાંથી વધુ ભીડનાં કારણે ધક્કામુક્કી થતી હોવાથી તે દરમિયાન રૂ. 10,000નો મોબાઇલ ચોરાયો હતો. જે અંગે દિનેશભાઇ રબારી રે. ધારણોજ તા. પાટણવાળાએ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત પાટણનાં જી.ઇ.બી. પુલ નીચે તા. 15-12-22 નાં રોજ રાત્રે 10 વાગે ગોપાલભાઇ રાઠોડ રે. પાટણનો રૂ. 11000નો ફોન જાકીટનાં ખીસામાંથી પડી ગયો કે કોઇ ચોરી કરી ગયો હતો.
આ ઉપારંત પાટણ-સિધ્ધપુર ચાર રસ્તા ખાતે તા. 13-1-23નાં રોજ શાંતીજી ગાભાજી ઠાકોરનો રૂ. 17,499નો ફોન, પાટણનાં પદ્મનાથ ચાર રસ્તા પાસે તા. 11-10-22નાં રોજ સવારે ધવલ ભરતભાઇ રથવી રે. મોટીચંદુર તા. શંખેશ્ર્વરવાળાનો રૂ. 9999નો મોબાઇલ બસમાં ચઢવા જતાં બેગની ચેન ખુલ્લી રહી જવાનાં કારણે બેગ તેમનાં ખભા ઉપરથી સરકી જતાં બેગ નીચેની સાઇડે નમી જતાં મોબાઇલ પડી જતાં કોઇએ ચોરી લીધો હતો.
પાટણનાં નવા બસ સ્ટેન્ડે તા. 16-9-22 નાં રોજ બસમાં ચઢવા જતાં દિલીપભાઇ પટેલ રે. બ્રાહ્મણવાડા, તા. ઊંઝાનો રૂ. 1400નો ફોન, પાટણનાં કોહિનુર સામે ટી સેન્ટર નજીક તા. 16-10-22નાં રોજ રોનક પ્રજાપતિ રે. પાટણવાળાનો રૂ. 15000નો ફોન ચડ્ડાનાં ખીસામાંથી પડી જતાં કોઇ ચોરી કરી ગયો હતો. જ્યારે પાટણનાં ખાડીયા નીચે પાર્કીંગમાં બાઇકનાં થેલામાંથી તા. 4-1-2023નાં રોજ માજીદખાન પઠાણ રે. પાટણનો રૂ. 24,990નો ફોન કોઇ ચોરી કરી ગયો હતો. પાટણનાં પદ્મનાથ ભગવાનના મેળામાં તા. 13-11-22નાં રોજ રાત્રે ગયેલા મહેશભાઇ પરમાર રે. પાટણવાળાનો રૂ. 50,000નો આઇ ફોન તેમનાં ખીસામાંથી કોઇ ચોરી કરી ગયો હતો.
તા. 22-8-22નાં રોજ પાટણ-ચાણસ્મા હાઇવે પર રવેટા હોટલ નજીક પાર્ક કરેલું રૂ. 69,000નું બાઇક કોઇ ચોરી કરી ગયો હતો. જે અંગે નિલેશ પ્રજાપતિ રે. હરિપુરા, રામનગર, પાટણવાળાએ ફરિયાદ નોંધાવી હતી.
રાધનપુરમાં હાઇવે ચાર રસ્તા પાસે ભણસાલી ટ્રસ્ટની સામે રોડ પરથી તા. 8-1-2023નાં રોજ જાનમહંમદ શેખ રે. રાધનપુરવાળાનો રૂ. 5000નો ફોન કોઇ ચોરી કરી ગયો હતો તથા રાધનપુરમાંથી તા. 22-2-23નાં રોજ રૂ. 50000નું બાઇક કોઇ ચોરી કરી ગયો હતો. જે અંગે વેલાભાઇ અમથાભાઇ ભરવાડે ફરિયાદ નોંધાવી હતી. સરસ્વતિ તાલુકાનાં વદાણી (લક્ષ્મીપુરા) બાલવાસ હોટલ પાસે ખાટલામાં ચા પીવા રોકાયેલા ને અભ્યાસ કરતા આનંદ ભુરાજી ઠાકોર (ઉ.વ.19) ડીસાવાળાનો રૂ. 29,990નો મોબાઇલ ખાટલામાંથી કોઇ ચોરી કરી ગયો હતો. જ્યારે સમી તાલુકાનાં વરાણા ગામે ખોડીયાર માતાનાં દર્શન કરવા આવેલા ભાવિનકુમાર હરગોવનભાઇ નથાભાઇ પટેલ રે. ઉમરુ, તા. સિધ્ધપુરવાળાનાં શર્ટનાં ખીસામાંથી રૂ. 22,900નો ફોન કોઇ ચોરી કરી ગયો હતો. જે અંગે તેમણે ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત શનિવો દાખલ થયેલી વધુ બે ફરિયાદોમાં પાટણમાં અષાઢી બીજે તા. 1-7-2022નાં રોજ જગન્નાથજીની રથયાત્રાનાં દર્શન કરવા આવેલા હારીજનાં ભાણજીભાઇ રાવળ પાટણનાં તિરુપતિ બજાર પાસે ઉભેલા ત્યારે ખીસામાંથી ભીડમાં કોઇએ તેમનાં રૂ. 29,000નો મોબાઇલ કોઇ ચોરી ગયું હતું. એ જ પ્રમાણે પાટણનાં મિરાં દરવાજા વિસ્તારમાં રહેતા અને સાણંદમાં નોકરી કરતાં સુનિલ પ્રજાપતિ સાણંદ જવા પાટણનાં નવા બસ સ્ટેન્ડમાં બસમાં ચઢતા હતા ત્યારે તા. 29-12-22નાં રોજ તેમનો રૂ. 12,499નો મોબાઇલ ભીડનો લાભ લઇ કોઇ ચોરી કરી ગયો હતો.
- Google Pay Loan: Google Pay देता है 5 लाख का पर्सनल लोन, मोबाइल से ऐसे करें अप्लाई
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती