દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
ગુજરાત સરકાર દ્વારા ચાલતી આરોગ્ય સેવા એટલે 108 નિશુલ્ક સેવા આપણે 108 એમ્બ્યુલન્સમાં કોલ કરીએ અને મિનિટોમાં આપણા સુધી 108 એમ્બ્યુલન્સ અને તેમનો તાલીમ બંધ સ્ટાફ પહોંચી જાય છે ત્યારે દિયોદર 108 ની ટીમ ને એક માર્ગ અકસ્માત નો કોલ મળતા EMT ભરત ભાઇ ચૌધરી પાયલોટ બીપીનભાઈ ત્રિવેદી બંને એક ક્ષણનો વિલંબ કર્યા વગર 108 ની ટીમ ઘટના સ્થળ પર ગઈ હતી.
કાંકરેજ તાલુકાના કંથેરિયા ગામ ના પાટિયા નજીક એક બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો અને ઘટના સ્થળે થી એક મોબાઈલ ફોન. પાકીટ અને 50000 રોકડ રકમ મળી આવી હતી.

ઇજાગ્રસ્ત થયેલ યુવાન પિયુષભાઈ જીવણભાઈ કટારીયા રહે.દિયોદર.ને પ્રાથમિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવ્યો હતો.
108 ટીમને મળેલ મોબાઇલ ફોન. પાકીટ અને 50000 રોકડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ નાં વાઇફ અને પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરિવારજનોએ દિયોદર 108 નાં સ્ટાફ, EMT.ભરત ભાઈ ચૌધરી અને પાયલોટ બિપીનભાઈ ત્રિવેદી ને તેમની કામગીરી અને પ્રામાણિકતા માટે આભાર માન્યો હતો.
અહેવાલ : દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા