Sarkari Yojana

PM Pranam Yojana : ખેડૂતો માટે 3.70 લાખ કરોડની ફાળવણી

PM Pranam Yojana : ભારત સરકત ખેડૂતો માટે અવાર નવાર જુદા જુદા પ્રકારની યોજના લઈ ને આવે છે. આ યોજનાઓ થકી ખેડૂતોને આર્થિક રીતે મદદ તથા ખેતી માટેના સાધનો જેવી સહાય મળે છે. ત્યારે હાલ સમાચાર સામે આવ્યા છે કે PM Pranam Yojna અંતર્ગત ખેડૂતો માટે 3.70 લાખ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

PM Pranam Yojana

કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિત માટે એક મોટી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના વાળી PM-PRANAM Yojnaને મંજૂરી આપી દીધી છે. આ યોજના નીચે કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે, આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવેથી.

સરકારે 3.68 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા

PM PRANAM Yojna ની મંજૂરીની માહિતી ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આપી હતી. મસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે, કેબિનેટે બુધવારે વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા રાજ્યોને પ્રોત્સાહિત કરવા માટે નવી યોજના પીએમ-પ્રણામને મંજૂરી આપવામાં આપી છે. સરકારે આ યોજના માટે 3.68 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ અંતર્ગત રાજ્યોને આર્થિક મદદ કરવામાં આવશે અને રાજ્યોને ખાતરની વ્યવસ્થાને મજબૂત બનાવી શકશે.

આગામી 3 વર્ષમાં ખર્ચ થશે.

કેબિનેટની બેઠક પછી ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યુ કે આગામી (3) ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3 લાખ 70 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.

ખેડૂતોને ફાયદો થશે?

PM Pranam Schemeથી ભારતમાં એક કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે. ખાતરોના વિકલ્પોને પ્રોત્સાહન આપવાની સરકારની પહેલ ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખર્ચ-અસરકારક અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો પ્રદાન કરશે. ગોબર ધન યોજના કમ્પ્રેસ્ડ બાયો ગેસના ઉપયોગને પણ પ્રોત્સાહન આપશે, જે કચરો ઘટાડવામાં અને સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરશે.

કેબિનેટની બેઠક બાદ ખાતર પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3 લાખ 70 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. PM Pranam Scheme

કેબિનેટે રૂ.3,70,128.7 કરોડના કુલ ખર્ચ સાથે ખેડૂતોની સુખાકારીને વેગ આપવા, જમીનની ઉત્પાદકતાને પુનર્જીવિત કરવા અને ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે યોજનાઓના કલગીને મંજૂરી આપી: PIB

શું છે PM પ્રણામ યોજના

2023ના બજેટમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને વૈકલ્પિક ખાતરોના પ્રોત્સાહન અને રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગ માટે “પીએમ પ્રણામ યોજના” શરૂ કરવાની જાહેરાત કરી હતી. નાણાં પ્રધાને તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, “PM Program for Restoration, Awareness, Nourishment and Amelioration of Mother Earth “(પીએમ પ્રણામ) વૈકલ્પિક ખાતરો અને રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

स्वीमिंग पूल में बिकिनी पहन Mouni Roy ने लगाई आग कैसे और कहा चेक करे DOMS IPO Allotment Status ? 8999 में आया POCO का नया स्मार्टफोन! Poco C65 Launch Review सालार’ के लिए प्रभास ने ली इतनी फीस की आप भी हैरान हो जाएंगे ! Prabhas Salaar Fees MS Dhoni No. 7 jersey retired : महेंद्र सिंह धोनी की 7 नंबर की जर्सी रिटायर