પાટણમાં જોવા મળશે સાંસ્કૃતિક તથા આધુનિક હસ્તકલાનો અદ્ભૂત સંગમ
આંતરરાષ્ટ્રીય મહિલા પખવાડિયા અંતર્ગત નાબાર્ડ પાટણ દ્વારા હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટનું આયોજન
આંતરરાષ્ટ્રીય મહિલા પખવાડિયા અંતર્ગત પાટણમાં નાબાર્ડ દ્વારા હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૪ અને ૫ માર્ચના રોજ આયોજીત સાંસ્કૃતિક તથા આધુનિક હસ્તકલા ઉત્સવમાં ભરતકામ, મોતીકામ, માટીકામ, જ્વેલરી, કચ્છીકલા, બાંધણી, પેચવર્ક, ગૃહસુશોભની અનેકવિધ ચીજવસ્તુઓ જોવા મળશે.
પાટણના સંતોકબા હોલ ખાતે સાંસ્કૃતિક તથા આધુનિક હસ્તકલાનો અનોખો સંગમ જોવા મળશે. ભારત સરકારની રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ), પાટણ દ્વારા શહેરના રાજમહેલ રોડ પર આવેલા સંતોકબા હોલ ખાતે તા.૪ અને ૫ માર્ચના (શનિવાર અને રવિવાર) રોજ આંતરરાષ્ટ્રીય મહિલા પખવાડિયા અંતર્ગત સાંસ્કૃતિક તથા આધુનિક હસ્તકલામાં એક જ જગ્યાએ કલા રસિકો, મહિલાઓ અને સૌને ગુજરાતની જુદા જુદા પ્રદેશની પ્રખ્યાત હસ્તકલા પાટણની જનતાને જોવા મળશે. અહી પ્રસ્તુત થનાર ચીજવસ્તુઓ સ્વ- સહાય જૂથો દ્વારા બનાવી વેચાણ અર્થે મુકવામાં આવશે.
જેના મારફતે આ સ્વ-સહાય જૂથો દ્વારા પગભર બનતી બહેનો આર્થીક રીતે ઉન્નત બનશે. ગુજરાત ભરના કલાના કસબીઓ અને સ્વ-સહાય જૂથો થકી પગભર બનતી બહેનો માટે નાબાર્ડ દ્વારા થઇ રહેલા આ પ્રયાસને સફળ બનાવવા માટે પાટણની જનતાને હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટમાં ઉપસ્થિત રહેવા માટે નાબાર્ડ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાકેશ વર્મા દ્વારા સૌ નાગરિક ભાઈ-બહેનોને આ હાટમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती
- Google Pay Se Paisa Kamaye : घर बैठे अपने मोबाइल पर Google Pay से प्रतिदिन 1000 रुपये कमाएं